નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર, 2022: ટ્રાવેલ એપ ઇક્સિગો તેમના અભિયાન – #NikalLo માટે બ્રાન્ડના નવા ચહેરા તરીકે બોલીવૂડ કલાકારો જેકી શ્રોફ અને સુનિલ શેટ્ટીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાં છે. આ અભિયાન લોકોમાં રસ જગાવવા અને તહેવારની સિઝન અગાઉ બ્રાન્ડ અંગે જાગૃતિ લાવવા ડિઝાઇન કરેલું છે તથા ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર શરૂ થશે.

 

ટીવીસીમાં જેકી શ્રોફ અને સુનિલ શેટ્ટી રસપ્રદ મજાક કરતાં જોવા મળે છે, જે વાસ્તવિક જીવનમાં તેમના ગાઢ સંબંધને પ્રતિબિંબિત કરે છે. એક વીડિયોમાં જેકી દાદા ખરાં અર્થમાં ભીડુ સ્ટાઇલમાં બ્રાન્ડ નેમ ‘ઇક્સિગો’નો ઉચ્ચાર કરવામાં મુશ્કેલી અનુભવતા જોવા મળે છે અને સુનિલ શેટ્ટી તેમને સુધારે છે. આ જાહેરાતો દર્શકોને પ્રવાસ કરવા પ્રોત્સાહન આપે છે અને ‘ઇક્સિગો’ ટ્રાવેલ એપ ડાઉનલોડ કરો, બિન્દાસ ટિકિટ બુક કરો ઔર નિકલ લો!” આકર્ષક લાઇન સાથે પૂર્ણ થાય છે.

બ્રાન્ડે જેકી શ્રોફ અને સુનિલ શેટ્ટી સાથે જોડાણ કરવાનો નિર્ણય લીધો હતો, કારણ કે અભિનેતાઓ ટિઅર 2 અને ટિઅર 3 શહેરો તેમજ તમામ મેટ્રોમાં ફેલાયેલા મોટા ગ્રાહક વર્ગમાં અપીલ ધરાવે છે.

ઇક્સિગો સાથે પોતાના જોડાણ પર જેકી શ્રોફ અને સુનિલ શેટ્ટીએ કહ્યું હતું કે, અમે અભિયાન માટે ઇક્સિગો સાથે જોડાણ કરીને ખુશ છીએ. અમે થોડા સમયથી કોઈ પ્રોજેક્ટમાં સાથે કામ કરવા ઇચ્છતાં હતાં અને ઇક્સિગો પરફેક્ટ ફિટ જણાયો છે! અમે કંપનીની ક્ષમતા અને વૃદ્ધિની સફરથી ખરેખર પ્રભાવિત થયા છીએ. અમે જે મૈત્રીપૂર્ણ સંબંધ અને વિશ્વાસ ધરાવીએ છીએ એકબીજા માટે ભરોસાનો પર્યાય છે તથા આવો વિશ્વાસ પ્રવાસીઓ ઇક્સિગો માટે ધરાવે છે! અમને ઇક્સિગો પર ફ્લાઇટ, ટ્રેન કે બસ ટિકિટનાં બુકિંગની સરળતા પસંદ પડી છે. તેમની એપ્સ પ્રવાસીઓને ઘણી સુવિધા અને ફ્લેક્સિબિલિટી આપે છે, જેમાં બોર્ડ પર વિવિધ ફીચર્સ છે. અમે સતત પ્રવાસીઓ હોવાથી જોડાણ માટે આતુર છીએ!”

ઇક્સિગોના સહસ્થાપક અને ગ્રૂપ સીઇઓ આલોક બાજપેયી અને સહસ્થાપક અને ગ્રૂપ સીપીટીઓ રજનીશ કુમારે કહ્યું હતું કે, અમને અમારા બ્રાન્ડ અભિયાન માટે જેકી શ્રોફ અને સુનિલ શેટ્ટી જેવા બે દિગ્ગજ કલાકારોને અમારી સાથે જોડવાની જાહેરાત કરવાની ખુશી છે. અમે બોલીવૂડ આઇકોન્સને જોઈને મોટા થયા છીએ તથા તેમનો ઉત્સાહ, કામ પ્રત્યેનું સમર્પણ અને ખંત અમારા બ્રાન્ડના મૂલ્યો સાથે સુસંગત છે. ચાલુ વર્ષે પ્રવાસન ઉદ્યોગ પૂરજોશમાં ફરી ખીલી ઉઠ્યો છે અને અભિયાન સાથે અમારો ઉદ્દેશ તહેવારની સિઝન અગાઉ ઇક્સિગો સાથે મહત્તમ જાગૃતિ લાવવાનો છે. ઇક્સિગો વિશિષ્ટ બ્રાન્ડ નેમ છે અને હકીકતમાં અલ્ગોરિધમનો ઉપયોગ કરીને જનરેટ કર્યું હતું. વર્ષોથી યુઝર્સને ઇક્સિગો ઉચ્ચારણનો પ્રયાસ કરતાં જોયા છે, જેમાં કેટલાંક રસપ્રદ વેરિઅન્ટ છે અને પ્રથમ વીડિયો પાછળ અમારી પ્રેરણા હતી.

ઇક્સિગો ટ્રાવેલ એપ્સ એના યુઝર્સ માટે પ્રવાસને સરળ બનાવવા વિવિધ ખાસિયતો ઓફર કરશે. તાજેતરમાં ઇક્સિગોએ ઇક્સિગો ફ્લેક્સ ફીચર પ્રસ્તુત કર્યું હતું, જે ₹149 પર શરૂ થતી ફ્લાયર્સને સંપૂર્ણપણે ફ્લેક્સિબ્લ અને ફ્રી રિશીડ્યુએબ્લ એરલાઇન ટિકિટ ઓફર કરે છે, જે યુઝર્સને તેમના ટ્રાવેલ બુકિંગ્સ માટે ફ્લેક્સિબિલિટી આપે છે. ઇક્સિગો ફ્લેક્સ સાથે રિશીડ્યુલિંગ ઉપરાંત ટ્રાવેલ એપ એના ફીચર ‘ઇક્સિંગો એશ્યોર્ડ’ દ્વારા સાધારણ ચાર્જ પર તમામ સ્થાનિક ફ્લાઇટ બુકિંગ્સ પર સંપૂર્ણપણે રિફંડ ઓફર કરે છે. આ ફીચર વર્ષ 2020માં પ્રસ્તુત થયુ હતું. ‘ઇક્સિંગો એશ્યોર્ડ’ ભાડાનાં દર કોઈ પણ કારણસર પ્રવાસીઓ દ્વારા કેન્સલેશન્સ માટે કોઈ પણ પ્રશ્ર પૂછ્યાં વિના રિફંડની ગેરેન્ટીની સુવિધા આપે છે.

ઇક્સિગોએ તેના #NikalLo અભિયાન માટે બોલીવૂડના પીઢ કલાકારો જેકી શ્રોફ અને સુનિલ શેટ્ટીને બ્રાન્ડ એમ્બેસડર બનાવ્યાં  

By admin